‘લખે ગુજરાત’
ગુજરાત રાજ્યની સ્થાપનાને પચાસ વર્ષ થયાં. ‘સ્વર્ણિમ ગુજરાત’નો આ મહોત્સવ આખું વર્ષ ઉજવાશે. સાથે સાથે ‘વાંચે ગુજરાત’નું પણ એક જોરદાર અભીયાન ઉપડ્યું છે. આપણે તો 2005થી ‘સન્ડે ઈ–મહેફીલ’ મારફત ‘વાંચે ગુજરાત’ની ‘વાચનયાત્રા’ શરુ કરી જ છે ! આજે પંદર હજાર સરનામે તે પહોંચે છે. સાથે સાથે શ્રી રતિલાલ ચંદરયાએ ‘ગુજરાતીલેક્સિકોન’ મારફત લગભગ 45 લાખ શબ્દોનો વીશાળ શબ્દભંડોળ નેટ પર ઉપલબ્ધ કરાવી આપ્યો છે. આજ દિન સુધીમાં તેની લગભગ 55 લાખ મુલાકાતો નોંધાઈ ચુકી છે.
તો હવે ? આમ, ઈન્ટરનેટ પર મળતા રહેતા આપણ સૌ ‘ગુજરાતી’ મિત્રો વિશેષ શું કરી શકીએ ‘ગુજરાત’ અને ‘મા ગુર્જરી’ની સેવામાં ? આપણે સૌ સાથે મળી કૉમ્પ્યુટરના સ્ક્રિન પર ‘લખે ગુજરાત’ની ઝુમ્બેશ ઉપાડીએ તો ?
કૉમ્પ્યુટર પર કામ કરતો એકેએક ગુજરાતી ગુજરાતીમાં લખતો થાય તો તે ‘ગુજરાતીઓ’ની મોટી સિદ્ધિ ગણાશે. ઘણા શિખ્યા જ છે; પણ હજી ઘણા બાકી છે. ‘રોમનાઈઝ્ડ ગુજરાતી’માં ક્યાંક બીજે લખીને, તેને ગુજરાતીમાં પરિવર્તિત કરીને, તેની કૉપી કરીને, અહીં પેસ્ટ કરવું પડે, એ ઝંઝટમાંથી મુક્તિ મેળવવા અમે કમર કસીને તૈયારી કરી છે. તમે વિન્ડો એક્સપી, વિન્ડો સેવન કે એઈટ, કે વિસ્ટા કે એપલ–મૅક કંઈ પણ વાપરતા હો તો પણ તમે આમ જ, અહીં કર્સર મુકી, સીધું જ, બહુ સરળતાથી, યુનિકોડ ‘શ્રુતિ’ કે તમને જે ગમતા હોય તે ગુજરાતી યુનિકોડ ફોન્ટમાં અને દેવનાગરીમાં લખવું હોય તો ‘મંગલ’ ફોન્ટમાં લખી શકો છો.
હવે તમારે માત્ર http://lakhe-gujarat.weebly.com/ વેબ સાઈટ ખોલી, માત્ર બે કિબોર્ડ ડાઉનલોડ કરવાનાં છે. બધી સામગ્રી ત્યાં જ મુકી છે, ઈન્સ્ટોલેશન પ્રક્રિયાની સુચનાવાળી ચિત્રો સાથેની પીડીએફ અને કિબોર્ડના મેપીંગની પીડીએફ પણ ત્યાં મુકી છે. ડાઉનલોડ પર ‘ક્લિક’ કરો અને બેઠેબેઠે જોયા કરો. બધું જ આપોઆપ થતું જશે અને તમે ગુજરાતીમાં અને દેવનાગરીમાં પણ લખતા થઈ જશો.
ऐक बीजी वात. राष्ट्रभाषा हीन्दी के मराठी के संस्कृतमां लखवा माटे देवनागरी की-बोर्ड पण त्यां आप्युं ज छे. ते पण डाउनलोड करी राखवुं जरुरी छे. कंई ज अघरुं नथी. कारण, गुजराती अने देवनागरीनुं की-बोर्ड मेपीँग तद्दन समान ज छे. जेम गुजरातीमां लखो, तेम ज लखता जवानुं.. अक्षरो देवनागरीमां लखाशे. आ लख्युं छे तेम ज..
આ સુવિધા ઉપલબ્ધ કરી આપનાર હાલ ચેન્નાઈસ્થિત પણ મુળ સુરતના ભાઈ હિમાંશુ મિસ્ત્રી અને તેમને સદા પ્રેરણા આપનાર શ્રી રતિકાકાનો આભાર માનીએ.
કંઈ પણ તકલીફ જણાય તો તે વિશે કે તમારે કંઈક સુચનો કરવાં હોય તો, ઉત્તમ કાકાને [email protected] પર જરૂર લખજો. ઈન્સ્ટોલ કરો કે કરાવો અને લખતા થઈ જાઓ ગુજરાતીમાં. તમે ગુજરાતીમાં લખતા નહીં થઈ જાઓ ત્યાં સુધી અમે તમારી સાથે જ રહીશું... ગુજરાતી/દેવનાગરીમાં લખતાં શિખેલો એક જણ, બીજા ઓછામાં ઓછા એક જણને લખતા શીખવે તેવું અમારું સ્વપ્ન છે..
Uttam Gajjar, e-mail: [email protected]
Himanshu Mistry, e-mail: [email protected]
Gujarati Unicode Himanshu 5.0 Keyboard
for windows XP/ Windows Vista/ Windows 7 / Windows 8
Click here (You are agree to the End user license Agreement )
It will ask you to where to save the Keyboard setup.
save to desktop.
Go to desktop and just double click the gujhm50.exe
The Gujarati Unicode Himanshu 5.0 for win-xp-vista-7ven Keyboard will be installed on your PC.
and you will get a message like shown below picture.
Step -01
Go to desktop and just double click the gujhm50.exe
step-02 : Click on Install button
Click on Install Button ...
It will start the installation procedure...
It is possible that you might not see the "windows installer" window.. shown in below image..
This is because your computer is new and much faster..
Step-03: click on close
Installation has been completed.. now click on close button
You would be able to see the language bar near the system clock .. or on the desktop
Let all Gujarati Start writing/typing in Gujarati directly on screen...........
દરેક ગુજરાતી હવે લખે ગુજરાતીમાં......
દરેક ગુજરાતી હવે લખે ગુજરાતીમાં......
Gujarati Keyboard Layout in PDF Document
Click here to download the Keyboard layout for Gujarati Unicode Himanshu 5.0 Keyboard.
How to type Gujarati Conjunct Characters
Click here to get the document that shows how to type conjunct characters e.g. ksha, jnya, tra ..etc. in Gujarati.ક્ષ, જ્ઞ, ત્ર, દ્વ જેવા જોડાક્ષરો કેવી રીતે ટાઈપ કરવા તે અંગેની જાણકારી આપતી ફાઈલ ડાઉનલોડ કરવા અહીં ક્લિક કરો.
Devanagari Unicode Himanshu 5.0 Keyboard for Winodws XP - Vista - 7even and windows 8
Click Here to download and Install the Devanagari Unicode Unicode Keyboard for Windows
Installation process is same as shown above for Gujarati Keyboard.
Installation process is same as shown above for Gujarati Keyboard.